છેલ્લે અપડેટ: 22 નવેમ્બર, 2026 · ડ્રાફ્ટ, કેન્દ્ર હજી તપાસી રહ્યું છે

સુલભતા નિવેદન

અમે ઇચ્છીએ છીએ કે દરેક જણ આ વેબસાઇટ કોઈ પણ ડિવાઇસ પર, ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં વાપરી શકે.

અમારો પ્રયત્ન છે કે આ વેબસાઇટ Web Content Accessibility Guidelines (WCAG) 2.1 ના AA સ્તર પર ખરી ઊતરે, જેમ ભારત સરકારની વેબસાઇટ માટેની માર્ગદર્શિકા (GIGW 3.0) કહે છે.

આ વેબસાઇટ પર તમે શું કરી શકો

  • ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં વાંચી શકો, અને કોઈ પણ પાના પર ભાષા બદલી શકો;
  • ફક્ત કીબોર્ડથી વાપરી શકો, શરૂઆત “મુખ્ય લખાણ પર જાઓ” લિંકથી થાય છે;
  • સ્ક્રીન રીડરથી વાપરી શકો: ફોટાનું વર્ણન લખાણમાં આપેલું છે અને પાનાંનાં મથાળાં સ્પષ્ટ છે;
  • લખાણ 200% સુધી મોટું કરી શકો, તો પણ કંઈ કપાશે નહીં;
  • તમારા ડિવાઇસના સેટિંગમાં “હલનચલન ઓછું કરો” (reduce motion) પસંદ કરીને એનિમેશન બંધ કરી શકો;
  • સાદા ફોન પર, ધીમા ઇન્ટરનેટમાં પણ વાપરી શકો.

હજી શું સુલભ નથી

  • થોડીક લીટીઓ હજી અંગ્રેજીમાં દેખાઈ શકે, જ્યાં સુધી તેનું ગુજરાતી કે હિન્દી તપાસાઈ ન જાય.
  • કેટલાક ફોટાનું વર્ણન ફક્ત અંગ્રેજીમાં છે.
  • બીજી વેબસાઇટ પરથી લિંક કરેલા દસ્તાવેજો, જેમ કે PDF માં આપેલા કાર્યક્રમના નિયમો, કદાચ સુલભ ન હોય. તેની જવાબદારી અમારી નથી.

કોઈ તકલીફ હોય તો અમને કહો

આ વેબસાઇટ પર કંઈ વાપરવામાં તકલીફ પડે, તો કેન્દ્રને ફોન કે ઈમેલ કરો (વિગતો “અમારી સાથે જોડાઓ” પાના પર છે). તમે વાપરી શકો એ રીતે માહિતી આપવાનો અમે પ્રયત્ન કરીશું.